રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોકકસ બાતમીના આધારે રૈયાધાર વિસ્તારમાં લોખંડના ઢાંકણા અને જાળીઓ વેચવા જઈ રહેલા કાર્તિક કેશવજી સાવલીયા (ઉ.વ.27) ને ઝડપી લઈ 29 કિલોનુ લોખંડનું ઢાંકણુ તેમજ બે જાળી મળી રૂ. 39600નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં ચોરી કરેલ મુદામાલ તેને ઓરનેટ-વન બિલ્ડીંગમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસની પુછતાછમાં આરોપી ઓરનેટ-વન બિલ્ડીંગમાં ચોથા માળે આવેલ યસ બેંકમાં કોન્ટ્રાકટ બેઈઝમાં નોકરી કરે છે અને દારૂ પીવાની કુટેવ ધરાવતો હોય તેમજ દારૂ પીવા માટેના પૈસા ઘટતા ચોરી કર્યાની પણ કબુલાત આપી હતી.