રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ચલાવવામાં આવતી ઝુંબેશ વચ્ચે ત્રણે ઝોનમાંથી વધુ 130 ધંધાર્થી પાસેથી વધુ 22 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તો ગંદકી કરતા આસામીઓ પાસેથી 40 હજારનો વહીવટી ચાર્જ વસુલાયો હતો. જેમાં સેન્ટ્રલ ઝોનમાં 49 આસામી પાસેથી 5 કિલો ઝબલા અને પ્લાસ્ટિક પકડી 11 હજાર, વેસ્ટ ઝોનમાં 50 આસામી પાસેથી 16 કિલો પ્લાસ્ટિક પકડી 19 હજાર અને ઇસ્ટ ઝોનમાંથી સવા કિલો પ્લાસ્ટિક પકડી આસામી પાસેથી 10 હજારનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. કમિશનર દેવાંગ દેસાઇની સૂચનાથી ડે.કમિશનર પર્યાવરણ વિભાગની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.