રાજકોટની લાભદીપ સોસાયટીમાં રહેતા અને મૂળ યુપીના 26 વર્ષીય રત્નેશ પલટુભાઈ કુમારે ગઈકાલે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ 108ને થતાં સ્થળ પર પહોંચી તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃતક રત્નેશ છ ભાઈ અને એક બહેનમાં ચોથા નંબરનો હતો. પાંચેક દિવસ પહેલા જ પેટીયુ રળવા વતનથી રાજકોટ આવ્યો હતો. હાલ તેના કૌટુંબિક કાકા સાથે રહેતો હતો. પોતે ફર્નિચરનું છૂટક કામ કરતો હતો. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.