ભો ટાંકો સાફ કરવા ઉતરેલા યુવકનું વીજશોકથી મોત

કુચીયાદળ ગામે રહેતો સાગર દિનેશભાઈ ડાભી (ઉ.વ.26) નામનો યુવાન ગત 13 તારીખે કુવાડવા ગામે આવેલી આલ્ફા સ્કૂલમાં હતો ત્યારે ત્યાંનો ભોં ટાંકો સાફ કરવા માટે અંદર ઉતર્યો હતો. આ ટાંકામાં ગોઠણ સુધી પાણી ભરેલુ હતું. અંદર પાણીની મોટરનો વિજતાર કે બીજો કોઈ તાર હોઈ તેને અડી જતાં જોરદાર કરંટ લાગતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ખાનગી હોસ્પિટલ મારફત જાણ થતાં કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાન બે ભાઈ અને એક બહેનમાં નાનો તથા અપરિણીત હતો. તે સ્કૂલમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું હતું. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *