વરસાદને લીધે 34 ગામોમા વીજ પુરવઠો ખોરવાયો

જામનગરના ખંભાળિયા સહિતનાં વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે ખંભાળિયા તેમજ ભાવનગર ઉપરાંત અમરેલીમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. PGVCL હેઠળના 34 ગામોમા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેથી અલગ-અલગ જગ્યાએ PGVCLની ટીમ દ્વારા ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાદ વીજ પોલ રિપેર થઈ જતાં વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો હતો. જેને લીધે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદને કારણે શહેર અને ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાઈ જવાની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડે છે.

ગઈકાલે જામનગરના ખંભાળિયામાં ભારે વરસાદ પડી ગયો હતો. જેને કારણે ત્યાં તેમજ અન્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેને કારણે કુલ 23 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેમાં 7 જેજીવાય ફીડર અને 28 ખેતીવાડી ફીડરમાં પુરવઠાને અસર થઈ હતી. જોકે, તેને રાત સુધીમાં જ PGVCLની ટેક્નિકલ ટીમોએ દરેક ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી આપ્યો હતો. જેથી તે વિસ્તારમાં રહેતા સ્થાનિકો તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કારણ કે, વીજ પુરવઠો ખોરવાતા લોકોએ ભારે બફારાનો સામનો કરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *