જસદણ તાલુકાના પારેવાળા ગામે વિઠ્ઠલ ધીરૂભાઈ હાંડાના રહેણાંક મકાન સામે ખુલ્લામાં જુગાર રમતા હોવાની બાતમી મળતા ભાડલા પોલીસે રેઈડ કરી જુગાર રમતા વિઠ્ઠલ ધીરૂભાઈ હાંડા (ઉ.વ.37) (રહે-પા રેવાળા), જયદીપ ગુણવંતભાઈ પુર્ણવૈરાગી (ઉ.વ.27) (રહે -ભંડારીયા), વનરાજ ધનજીભાઈ મકવાણા (રહે-પારેવાળા), પ્રવીણ હરજીભાઈ મેવાસીયા (રહે-પારેવાળા), વર્ષાબેન ઉર્ફે ચોથીબેન પ્રવીણભાઈ હાંડા (ઉ.વ.45) (રહે-પા રેવાળા), મધુબેન વીભાભાઈ નાગડકીયા (ઉ.વ.45) (રહે -પારેવાળા), રસીલાબેન દેવરાજભાઈ નાગડકીયા (રહે-પારેવાળા) અને સોનલબેન વીઠ્ઠલભાઈ હાંડા (રહે-પારેવાળા) ને રોકડા રૂ.10,130 તથા ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જ્યારે આટકોટ પોલીસે દોલતપર ગામે વિહોત માના મંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા હોવાને બાતમીના આધારે છ જુગારીને ઝડપી લીધા હતા જેમાં ગજેન્દ્ર સરવૈયા, રવિન્દ્ર વાણીયા, ભગીરથ સરવૈયા, અરવિંદ ડાભી, નાથા ઝાપડા, કલ્યાણ ડાભીને ઝડપી લીધા હતા અને રૂ. 38650નો મુદ્દામાલ કબજે કર્યો હતો.