પાલક પિતાએ ધમકી આપી 12 વર્ષની પુત્રી પર અવારનવાર દુષ્કર્મ આચર્યું

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ નજીક રહેતી સગીરાને તેના પાલક પિતાએ આઠ વર્ષથી ધમકાવી મારકૂટ કરી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હોવાનું અને લગ્ન બાદ પણ પાલક પિતા અવારનવાર ધમકાવી બીભત્સ માંગ ચાલુ રાખતા યુવતીએ ફરિયાદ કરતાં શાપર-વેરાવળ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા મથામણ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ધારી પંથકમાં રહેતી એક વીસ વર્ષની યુવતીએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે તેના પાલક પિતાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની માતાએ બીજા લગ્ન કર્યા હતા. જેમાં તેને આગલા ઘરના એક પુત્ર અને એક પુત્રી હોવાનું લગ્ન વેળાએ તે 12 વર્ષની હોય તેની માતાની ગેરહાજરીમાં તેનો પાલક પિતા મારકૂટ કરી મારી નાખવાની ધમકીઓ આપી શરીરે અડપલાં કરતો હોય તેમજ દોઢેક વર્ષ પહેલાં તે એકલી હતી ત્યારે તેના પાલક પિતાએ ધમકાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *