રિલેશનશિપ બાદ યુવતીએ લગ્ન કરવાની ના પાડતા યુવકનો ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

શહેરમાં યુનિવર્સિટી રોડ પર મુંજકા ગામે પરિશ્રમ સોસાયટીમાં રહેતો ધર્મેશ ગુલાબભાઇ રાઠોડ (ઉ.19)એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારને જાણ થતા તેને ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા યુનિવર્સિટી પોલીસે તપાસ કરી હતી. યુવકે જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ મારફતે યુવતી ફ્રેન્ડ થયા બાદ તેને યુવતીને 80 હજારની રોકડ આપી હતી બાદમાં યુવકે લગ્નની વાત કરતાં તેને સંબંધ ખતમ કરવાની વાત કરી હતી. જેથી તેને રૂપિયા પરત માગતા તેને અન્ય કોઇ શખ્સ પાસે ફોન કરાવી પૈસા નહીં આપવાની અને મારી નાખવાની ધમકી આપી હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *