શાપર-વેરાવળમાં બુદ્ધનગરમાં રહેતો અને મૂળ બિહારનો મુકેશ સુભાષમંડળ તાંતે (ઉ.17) તેના ઘેર હતો ત્યારે તેને ફોન કરી ઘર પાસે હોટેલે બોલાવી અજય ઉર્ફે ગુડ્ડુ સહિતનાએ મારકૂટ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે પૂછતાછ કરતાં તેને મૂળ બિહારના ગુડ્ડુના કોન્ટ્રાક્ટમાં કામ કર્યું હોય તેના રૂ.3 હજાર લેવાના હોય ઉઘરાણી કરતાં તેને માર મારી પીપળિયા લઇ જઇ ફરી બેફામ મારકૂટ કરી હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.