RMCનો વધુ એક અધિકારી સસ્પેન્ડ

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં ધરપકડ થયેલા ત્રીજા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ 9 સામે પગલા લેવાયા બાદ ગઈકાલે ડે. ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગૂનો નોંધી ધરપકડ થયાના 48 કલાક પુરા થતા કમિશનર દ્વારા પોલીસ રિપોર્ટના આધારે ગઇકાલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 10 અધિકારીઓ સામે પગલા લેવાયા છે. જેમાંથી 3 અધિકારી પોલીસ કસ્ટડીમાં જતા મનપા દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે બાકીના 7 અધિકારી સામે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ મહાનગર પાલિકાના કમિશનર દ્વારા જે ત્રણ અધિકારીને સસ્પેન્ડ કર્યા છે, તેમાં તત્કાલીન ટી.પી.ઓ. મનસુખ સાગઠિયા અને એ.ટી.પી. મુકેશ મકવાણા બાદ હવે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે સસ્પેન્સનના પગલા લેવામાં આવ્યા છે. રાજકોટ મનપાની ફાયર શાખામાં ડે. ચિફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા બી.જે. ઠેબાને ગેમઝોન આગકાંડ બાદ અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી હતી. જેમની સામે એસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું. એટલું જ આ જ અધિકારી સામે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ 70,000ની લાંચના આક્ષેપ લગાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *