મોદી-શાહના લીધે શેરબજારમાં લોકોએ કરોડો ખોયા

TMC સાથે સંકળાયેલા સૂત્રોએ ગુરુવાર, 6 જૂને દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં ભાજપના ઘણા સાંસદો અને ધારાસભ્યો તેમની પાર્ટીના સંપર્કમાં છે. આગામી સપ્તાહમાં પાર્ટી આ અંગે નિર્ણય લઈ શકે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટાઈ શકે છે. માનવામાં આવે છે કે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવશે. અત્યારે રાહુલ ગાંધી દિલ્હી ખાતે પાર્ટીના મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીએ શેરબજાર પર ટિપ્પણી કરી હતી. ગૃહમંત્રી અને નાણામંત્રીએ પણ ટિપ્પણી કરી હતી. તેમણે તેને ‘કૌભાંડ’ ગણાવ્યું અને JPC તપાસની માગ કરી.

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે PM મોદી અને અમિત શાહે લોકોને શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપી, જેના કારણે લોકોના કરોડો રૂપિયા ધોવાઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *