રાજકોટ મનપાની RBSK ટીમે વિનામુલ્યે સફળતાપુર્વક ઓપરેશન કરાવ્યું

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજકોટમાં પણ RBSKની ટીમ કાર્યરત છે. મહાનગરપાલિકાની RBSK ટીમ દ્વારા સમયાંતરે તમામ બાળકોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. આ દરમિયાન રેલનગરમાં રહેતા અને નવેમ્બર-2023માં જન્મેલા બાળકને હૃદયમાં જન્મજાત કાણું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ તેના પરિવારને સમજાવી RBSKની ટીમ દ્વારા બાળકના તદ્દન નિઃશુલ્ક ઓપરેશનની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી અને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થતાં પરિવારે RBSKની ટીમનો આભાર માન્યો હતો.

મળતી માહિતી અનુસાર રેલનગરમાં રહેતા મહેશ વાળા અને પ્રિયંકા વાળાનાં ઘરે 10 નવેમ્બર-2023નાં રોજ બાળકનો જન્મ થયો હતો. જોકે પર્વરાજ નામના આ બાળકને હૃદયમાં જન્મજાત કાણું હોવાનું નિદાન ડોક્ટર્સ દ્વારા કરવામાં આવતા માતા-પિતા ચિંતામાં મુકાયા હતા. નાનકડા પુત્રને હૃદયમાં કાણું હોવાનું માતા-પિતાને માલુમ પડતા જ શાળા આરોગ્ય કાર્યક્રમ તપાસણી દરમિયાન સંતોષીનગર આંગણવાડીમાં પહોંચ્યા હતા અને તપાસ અર્થે આવેલ RBSK ટીમનાં ડોક્ટરોને જાણ કરતા ઘરે જઈને બાળકની તપાસ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *