ગુજરાત પોલીસ DGP ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ રેન્જ પોલીસની ટીમ વિજેતા બની છે. IGP વેસ્ટર્ન રેલવેની ટીમને 88 રને હરાવ્યું છે. રાજ્યકક્ષાની આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 17 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટ રેન્જની પોલીસની ટીમ ચેમ્પિયન બની છે અને ટીમના ખેલાડી અતુલ ડાભી મેન ઓફ ધ મેચ જાહેર થયો છે. રાજ્ય કક્ષાની આ 30મી ક્રિકેટ ટુર્નામેન્ટ હતી કે જેમાં પોલીસ અને રેલવે સહિતની ટીમોએ ભાગ લીધો હતો.
30માં ગુજરાત પોલીસ ડીજીપી ક્રિકેટ ટુર્નામેન્ટ અલગ અલગ 17 ટીમોએ ભાગ લીધો હતો 50 ઓવરની આ મેચમાં ખેલાડીઓએ ચોગ્ગા અને છગ્ગાની ફટકાબાજી કરી હતી. જેમાં સેમિફાઇનલ મેચ ગત 16 મી માર્ચે રાજકોટ રેન્જ અને અમદાવાદ કમિશનર વચ્ચે રમવામાં આવી હતી. જેમાં અમદાવાદ કમિશનરની ટીમે 46.2 ઓવરમાં 196 રન કરી 10 વિકેટ ગુમાવી દીધી હતી. જેના જવાબમાં મેદાન પર રમવા ઉતરેલી રાજકોટ રેન્જની ટીમે 46.2 ઓવરમાં જ 5 વિકેટ ગુમાવી 197 રન કરી જીત મેળવી લીઘી હતી.