આજે, સોમવારે (8 એપ્રિલ), સોનું ફરી એકવાર તેની નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, આજે ટ્રેડિંગ દરમિયાન 10 ગ્રામ સોનું 1182 રૂપિયા વધીને 71,064 રૂપિયા થઈ ગયું છે. આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 3 મહિનામાં સોનાની કિંમતમાં 7,762 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું રૂ. 63,302 હતું.
ચાંદી પણ આજે તેની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. તે રૂ. 2287 મોંઘી થઈને રૂ. 81,383 પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. એક દિવસ પહેલા તે 79,096 રૂપિયે હતી.
માર્ચમાં સોનું રૂ. 4 હજારથી વધુ મોંઘું થયું હતું
ગયા મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં સોનાની કિંમતમાં શાનદાર તેજી જોવા મળી હતી. 1 માર્ચે સોનું રૂ. 62,592 પ્રતિ ગ્રામ હતું, જે 31 માર્ચે રૂ. 67,252 પ્રતિ ગ્રામે પહોંચ્યું હતું. એટલે કે માર્ચમાં તેની કિંમત રૂ. 4,660 વધી છે. તેમજ, ચાંદી પણ રૂ. 69,977થી વધીને રૂ. 74,127 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.