રાજકોટમાં ભીલવાસ ચોક નજીક કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આગ લાગતા ફાયરની 4 ગાડી દોડી આવી

રાજકોટ શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં શહેરનાં ભીલવાસ ચોક નજીકનાં કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. દવાનાં ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી એક ઓફિસમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. આ અંગેની જાણ થતાં 4 જેટલા ફાયર ફાઈટરો સાથે ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. લગભગ એકાદ કલાકની જહેમત બાદ આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર આજે બપોરે 2:15 વાગ્યા આસપાસ ભીલવાસ ચોકમાં આવેલા કોમ્પલેક્સનાં ત્રીજા માળે આવેલી ઓફિસમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાનાં ગોટેગોટા નિકળવા લાગ્યા હતા. જોકે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમો દોડી ગઈ હતી. અંદાજે એકાદ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ગોડાઉનમાં ડાયપરનો મોટો જથ્થો હોવાથી આગ પર કાબુ કરવામાં ભારે મુશ્કેલી પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *