ગોધરાના ગેની પ્લોટ વિસ્તારમાં યાસીન મદારી અને ઈરફાન ઉભલી મળીને શંકાસ્પદ માંસનો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યા છે. જેથી બી ડિવિઝને છાપો માર્યો તે દરમ્યાન બંને નાસી છૂટયા હતા. પોલીસે સ્થળ પર તપાસ કરીને રૂા.1.93 લાખનો 965 કિલો માંસનો જથ્થો ઝડપી કુલ રૂા.2.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસ હોવાની આશંકાએ નમૂનાને પરીક્ષણમાં મોકલતા તે ગૌમાંસ હોવાનું પુરવાર થતા પોલીસે બંને સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો