રાજકોટમાં ફાયર NOC વગરના બિલ્ડીંગ સીલ કરવા મનપાની ઝુંબેશ ચાલુ રહી છે. આજે બપોર સુધીમાં વધુ 9 સંકુલ સીલ કરવામાં આવ્યા હતા. શાળા સહિતના આસામીઓ દ્વારા ફાયર સેફટીની પૂર્તતા કરવા કોર્પોરેશનમાં સતત અરજીઓ ચાલુ છે અને આજ સુધીમાં આવી 300 જેટલી અરજીઓ હંગામી ધોરણે મંજૂર કરવામાં આવી છે. આજે પણ મનપામાં હંગામી ધોરણે સીલ ખોલી આપવા અરજદારોની GAD વિભાગમાં લાઇનો લાગી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ફાયર સાધનો સહિતની વ્યવસ્થા થઇ જાય તે બાદ ફાયર બ્રિગેડમાં NOC માટે અરજી કરવાની હોય છે. તે બાદ જ બિલ્ડીંગનો વપરાશ કરવા મંજૂરી અપાશે એવું અગાઉ શાળા સંચાલકો સહિતના આસામીઓને જણાવી દેવામાં આવ્યું છે. જોકે, બીજી તરફ નવા ફાયર NOC માટે મનપામાં આજ સુધીમાં માત્ર 5 અરજી આવી છે. ઓનલાઇન અરજીઓ પોર્ટલ પરથી સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે.