રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં પોતાની માલિકીની જર્જરિત અને જોખમી મિલકતો અંગે સરવે કરાવવામાં આવ્યો હતો જેમાં મહાનગરપાલિકાની માલિકીની અને ભાડે આપેલી 56 મિલકત જર્જરિત હાલતમાં હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આ મુદ્દે ત્રણેય ઝોનના બાંધકામ શાખાના સિટી એન્જિનિયરને સ્ટ્રક્ચરની ચકાસણી કરવા ભલામણ કરી છે. સૌથી વધુ જર્જરિત અને જોખમી મિલકતો સેન્ટ્રલ ઝોનમાં 38, બીજા ક્રમે ઇસ્ટ ઝોનમાં 12 અને સૌથી ઓછી વેસ્ટ ઝોનમાં 6 મિલકત આવેલી છે.
મનપાના સિટી એન્જિનિયરોને જીપીએમસી એક્ટની કલમ 264 મુજબ જર્જરિત અને જોખમી બનેલી મિલકતોને ખાલી કરવાની નોટિસ આપવાની સત્તા છે, પરંતુ સિટી એન્જિનિયરો રાજકીય દબાણ કે અન્ય કોઇ કારણોસર નોટિસ આપવાનું ટાળી રહ્યા છે. જેના પરિણામે મનપા પોતાની જ જર્જરિત ઇમારતો ખાલી કરાવી શકતી નથી.
ઇસ્ટ ઝોનમાં જર્જરિત મિલકતો ગોવિંદબાગ શાકમાર્કેટ, હુડકો શાકમાર્કેટ, આજી ડેમ પાસે આવેલા આરએમસી સ્ટાફ ક્વાર્ટર, રણછોડનગર પ્રાથમિક શાળાની બાજુમાં આવેલું માધ્યમિક શાળાનું મકાન, નવા થોરાળા બાલમંદિર, કોઠારિયા રોડ કન્યા શાળા, શ્રી અટલ બિહારી ઓડિટોરિયમ, કાંતિભાઇ વૈદ કોમ્યુનિટી હોલ, મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ, પંડીત દીનદયાળ હોલ, મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ, વેલનાથ કોમ્યુનિટી હોલ