એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરમાં 50 ટકા વિદ્યાર્થીઓ નાપાસ

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા એન્જિનિયરિંગના ચોથા સેમેસ્ટરનું પરિણામ જાહેર કરાયું છે. રાજ્યની 80 કોલેજમાંથી કુલ 16,460 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 8110 વિદ્યાર્થી જ પાસ થયા છે. માત્ર 49.27% જ પરિણામ આવ્યું છે જ્યારે ચોથા સેમેસ્ટરમાં 8350 વિદ્યાર્થી નાપાસ થયા છે. ઈજનેરીનું ચોથા સેમેસ્ટરનું સમગ્ર રાજ્યનું પરિણામ 49.27% રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર ઝોનનું પરિણામ 49.26% રહ્યું છે જે રાજ્યમાં બીજા ક્રમે છે. 60.26% સાથે અમદાવાદ ઝોન પ્રથમ ક્રમે રહ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં વીવીપી એન્જિનિયરિંગ કોલેજનું સૌથી વધુ 74.41% પરિણામ જાહેર થયું છે. સમગ્ર ગુજરાતમાં તમામ બ્રાંચમાં સીપીઆઈ મુજબ વિદ્યાર્થિની મહેક પરેશભાઈ કારિયા (કમ્પ્યુટર) 10માંથી 9.71 મેળવી તૃતીય રેન્ક પ્રાપ્ત કર્યો છે. રાજ્યના પાંચ ઝોનના પરિણામમાં અમદાવાદનું સૌથી વધુ 60.26% પરિણામ સાથે ટોપ પર રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર ઝોનનું 49.26%, ગાંધીનગર ઝોનનું 46.09%, સુરત ઝોનનું પરિણામ આશ્ચર્યજનક રીતે માત્ર 45.07% રહ્યું છે.

જીટીયુ દ્વારા રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ 23.35 ટકા જાહેર કરાયું છે. જેમાં કુલ 6789 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1587 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે કે 4428 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. 774 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યાં હતા. રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ અન્ય વર્ષોની સરખામણી સારું રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *