1972 પછી પ્રથમ વખત ચંદ્રની નજીક પહોંચશે મનુષ્યો

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ આજે 2 એપ્રિલે ‘આર્ટેમિસ-2’ મિશન લોન્ચ કર્યું. સવારે 4:05 વાગ્યે ‘સ્પેસ લોન્ચ સિસ્ટમ’ (SLS) ઓરિયન સ્પેસક્રાફ્ટમાં સવાર 4 અવકાશયાત્રીઓને લઈને ચંદ્ર તરફ રવાના થયું. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ લોન્ચિંગ થયું.

વર્ષ 1972માં ‘એપોલો-17’ પછી આ પહેલો અવસર છે જ્યારે કોઈ માણસ પૃથ્વીની નીચલી કક્ષા (LEO) ને પાર કરીને ચંદ્રની નજીક પહોંચશે. ચારેય યાત્રીઓ આ મિશનમાં ચંદ્રની આસપાસ ચક્કર લગાવશે અને પછી પાછા પૃથ્વી પર ફરશે. આ મિશન 10 દિવસનું છે.

ફ્લોરિડાના ટાઇટસવિલેમાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ થયેલા નેક્સ્ટ-જનરેશન મૂન રોકેટ (SLS) અને ઓરિયન ક્રૂ કેપ્સ્યુલને જોવા માટે એકઠા થયેલા લોકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *