રાજકોટ શહેર LCB ઝોન 2 ટિમ દ્વારા મૂળ ઉત્તરપ્રદેશના અને રાજકોટમાં રહેતા આરોપી વિવેક ચૌહાણને ઝડપી પાડી પાસા હેઠળ સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવા સૂચના મળતા LCB ઝોન 2 ટિમ દ્વારા આરોપીને ઝડપી પાડી પાસા હેઠળ ધકેલવા દરખાસ્ત કરી હતી. જે દરખાસ્ત મંજુર કરવામાં આવતા રાજકોટ શહેરમાં ચોરી સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 19 ગુનામાં ઝડપાયેલો રીઢા ગુનેગાર 35 વર્ષીય વિવેક ચૌહાણને ઝડપી પાડી આજરોજ પાસા હેઠળ સુરત જેલ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.