10 ગ્રામ સોનાનો ભાવ 83,000 થયો, ઓલ ટાઈમ હાઈ

4 ફેબ્રુઆરીએ સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 259 રૂપિયા વધીને 82,963 રૂપિયા થયો છે. આ પહેલા, ગઈકાલે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ, સોનું 82,704 રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઓલ ટાઈમ હાઈ પર હતું.

આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તે 162 રૂપિયા મોંઘુ થઈને 93,475 રૂપિયા પ્રતિ કિલો થઈ છે. અગાઉ ચાંદીનો ભાવ 93,313 રૂપિયા પ્રતિ કિલો હતો. 23 ઓક્ટોબર 2024ના રોજ ચાંદી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી, ત્યારે તે પ્રતિ કિલો રૂ. 99,151 પર પહોંચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *