IPLમાં શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 55 રનથી હરાવ્યું છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હૈદરાબાદે ટૉસ જીતીને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગલુરુ 4 વિકેટ ગુમાવીને 200 રન જ બનાવી શક્યું હતું.
256 રનના ટાર્ગેટને ચેઝ કરતા વેંકટેશ અય્યરે 19 બોલમાં 44 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન રજત પાટીદારે 56 રનની ઇનિંગ રમી હતી. સનરાઇઝર્સ માટે ઇશાન મલિંગા સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 2 વિકેટ ઝડપી હતી, જ્યારે સાકિબ હુસૈન અને ટ્રેવિસ હેડને 1-1 વિકેટ મળી હતી.
આ હાર છતાં બેંગલુરુ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર રહી છે. જ્યારે બીજા નંબર પર ગુજરાત છે. તો જીત છતાં હૈદરાબાદ ત્રીજા નંબર પર રહ્યું છે. એટલે આજની મેચ પછી આ સીઝનની ટૉપ-2 કન્ફર્મ થઈ ગઈ છે. મંગળવારે ક્વોલિફાયર-1માં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે ટક્કર થશે.