રાજકોટમાં તારીખ 8 સપ્ટેમ્બરના સોમવારથી હેલ્મેટનો કાયદો ફરજિયાત થઈ રહ્યો છે ત્યારે તેના એક દિવસ પહેલા શહેરના ત્રિકોણબાગ ખાતે હેલ્મેટના વિરોધમાં હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ દ્વારા સવિનય કાનૂનભંગ કરવામાં આવ્યો હતો અને હેલ્મેટનો કાયદો રદ કરવાના નારા લગાવવામાં આવ્યા હતા. આધેડે કહ્યું કે વરસાદની સિઝનમાં હેલ્મેટનો કાયદો આવતા આસપાસનું કાંઈ નહીં દેખાય અને બહેનો દીકરીઓને મોટું વાહન કચડી નાખતા માથું બચી જશે પરંતુ ધડ શરીરથી અલગ થઈ જશે. ઉપરાંત ચીલઝડપના બનાવો વધી જવાની ભીતિ પણ વ્યક્ત કરી હતી.
જ્યારે મહિલાએ કહ્યું કે પોલીસે પોતાનો ટાર્ગેટ પૂરો કરવા હેલ્મેટ ફરજિયાત બનાવ્યું છે શહેરમાં હેલ્મેટની કોઈ જરૂરિયાત નથી. મહિલાઓને પોતાના બાળકોને સ્કૂલે મૂકવાની સાથે અન્ય ઘણી બધી જગ્યાએ જવાનું હોય છે ત્યારે હેલ્મેટ ક્યાં રાખવું અને ચોમાસાના કારણે ખાડાવાળા રસ્તામાં પાણી ભરાઈ જતા હેલ્મેટને લીધે ખાડાઓ ન દેખાતા અકસ્માત ઘટવાને બદલે વધશે. જેથી હેલ્મેટનો કાયદો રદ કરવામાં આવે તેવી માંગણી છે.