‘હેરા ફેરી 3′ ક્યારેય રિલીઝ નહીં થાય’

ફિલ્મ ડિરેક્ટર પ્રિયદર્શન હવે કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી 3’નો ભાગ નથી. ફિલ્મના પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાડવાલા પછી ખુદ પ્રિયદર્શને પણ આ વાતની પુષ્ટિ કરી છે. હિન્દુસ્તાન ટાઇમ્સને પ્રિયદર્શને જણાવ્યું કે, તેઓ આ પ્રોજેક્ટથી અલગ થઈ ગયા છે.

તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી કે, ઘણા કાનૂની વિવાદો અને પરસ્પર મતભેદોને કારણે આ ફિલ્મ કદાચ ક્યારેય સિનેમાઘરોમાં રિલીઝ જ નહીં થઈ શકે. ફિલ્મના રાઇટ્સ અને કાસ્ટને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

પ્રિયદર્શને જણાવ્યું કે, ‘પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાએ જે કહ્યું છે, તે સાચું છે. હું આ સમયે ‘હેરા ફેરી 3′ સાથે જોડાયેલો નથી. જ્યાં સુધી મારી જાણકારી છે, ઘણી કાનૂની ગૂંચવણો અને પરસ્પર વિવાદોને કારણે આ ફિલ્મ ક્યારેય પડદા પર આવી શકશે નહીં. આમાં મારું સામેલ થવું કે ન થવું હવે કોઈ મહત્વ રાખતું નથી.’

શું છે ફિલ્મના રાઇટ્સનો કાનૂની વિવાદ ‘હેરા ફેરી 3’ છેલ્લા ઘણા સમયથી કાનૂની મામલાઓમાં ફસાયેલી છે. સાઉથના એક પ્રોડક્શન હાઉસ ‘સેવન આર્ટ્સ ઇન્ટરનેશનલ’એ દાવો કર્યો છે કે આ ફ્રેન્ચાઇઝી અને તેના પાત્રોના અધિકાર તેમની પાસે છે, ન કે ફિરોઝ નાડિયાડવાલા પાસે. તેમનો આરોપ છે કે ફિરોઝ પાસે ફક્ત મલયાલમ ફિલ્મ ‘રામજી રાવ સ્પીકિંગ’ની હિન્દી રીમેક (હેરા ફેરી, 2000) બનાવવાનો સીમિત અધિકાર હતો.

તેમણે ‘ફિર હેરા ફેરી’ બનાવીને અને તેના અધિકાર અક્ષય કુમારની કંપની ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’ને ટ્રાન્સફર કરીને કોન્ટ્રાક્ટ તોડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *