દીપિકા પાદુકોણ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ફસાતી જોવા મળે છે. ત્યારે હવે એક્ટ્રેસની એક નવી જાહેરાત સામે આવી છે, જેના કારણે તે ટ્રોલ થઈ રહી છે. દીપિકાએ પતિ રણવીર સિંહ સાથે મળીને અબૂ ધાબી ટુરિઝમ માટે એક નવી જાહેરાત શૂટ કરી હતી. જાહેરાતમાં એક્ટ્રેસ હિજાબ પહેરેલી જોવા મળે છે, જ્યારે રણવીર શેરવાનીમાં જોવા મળે છે.
બંનેને અબૂ ધાબી ટુરિઝમ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જાહેરાત પ્રદેશના ઇતિહાસ અને વારસાને દર્શાવે છે. દીપિકાએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત શેર કરતા કેપ્શન આપ્યું, ‘મેરા સુકૂન’
જોકે, આ જાહેરાતે તેને ટ્રોલનો શિકાર બનાવી દીધી છે. કેટલાક યુઝર્સ દીપિકાને હિજાબમાં જોઈને નારાજ છે.
એક યુઝરે દીપિકા પર કટાક્ષ કરતા લખ્યું, ‘ભાઈ, મેડમને યાદ આવી ગયું છે કે તે કોણ હતી.’ બીજા યુઝરે દીપિકાની JNU મુલાકાતનો ઉલ્લેખ કરતા લખ્યું, ‘જ્યારે કેટલાક આતંકવાદીઓ ‘આઝાદી, આઝાદી’ ના નારા લગાવી રહ્યા હતા, ત્યારે તમે પણ ત્યાં હતા. દેશને બધું યાદ છે.’ બીજા યુઝરે લખ્યું, ‘તમે ક્યારેય તમારા દેશના મંદિર માટે આ બધું કર્યું નહીં. તમે અબૂ ધાબીમાં હિજાબ પહેરી રહ્યા છો.’ બીજા યુઝરે લખ્યું, ‘રણવીર ખાન અને દીપિકા બેગમ પૈસા માટે કંઈ પણ કરી શકે છે. સારુ છે, તેને કલ્કિની કાસ્ટમાંથી કાઢી મૂકવામાં આવી.’