હમાસ લીડર ખલીલ હય્યા માંડ બચ્યો

મંગળવારે કતારની રાજધાની દોહામાં અનેક મોટા વિસ્ફોટો સંભળાયા. ઇઝરાયલી સેનાએ જાહેરાત કરી કે તેણે હમાસના વરિષ્ઠ નેતાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા છે.

આ હુમલો હમાસનો ચીફ ખલીલ અલ-હય્યાને નિશાન બનાવીને કર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, અલ-હય્યા આ હુમલામાં બચી ગયો, જ્યારે અન્ય 6 લોકોના મોત થયા.

દરમિયાન, ઇઝરાયલી PM નેતન્યાહૂએ પણ કહ્યું કે ઇઝરાયલ આ હુમલાની ‘સંપૂર્ણ જવાબદારી’ લે છે. આ હુમલો ત્યારે થયો જ્યારે હમાસના નેતાઓ યુએસ યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા.

ઇઝરાયલી સેના અને સુરક્ષા એજન્સીએ જણાવ્યું હતું કે આ હુમલો હમાસના તે નેતાઓ પર ખૂબ જ ચોકસાઈથી કરવામાં આવ્યો હતો જેઓ લાંબા સમયથી સંગઠનની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા.

એસોસિએટેડ પ્રેસ સાથે વાત કરતા, એક ઇઝરાયલી અધિકારીએ પુષ્ટિ આપી હતી કે આ હુમલો કતારની રાજધાની દોહામાં થયો હતો. સેનાના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલ પર થયેલા હુમલા માટે આ હમાસ નેતાઓ સીધા જવાબદાર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *