રાજકોટ શહેર LCB ઝોન 1 ટીમને પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઠારીયા રોડ પર શિવધામ સોસાયટી ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખસની ધરપકડ કરી હતી. પોલીસે 27 વર્ષીય આરોપી સૂરજ ગઢવી પાસે રહેલો સ્કોર્પિયો કારની તલાસી લેવામાં આવતા તેની પાસેથી કુલ 144 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા 52,800 અને સ્કોર્પિયો કાર મળી કુલ 10.52 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી સામેઅગાઉ રાજકોટ શહેરમાં હત્યાની કોશિશ, મારામારી અને પ્રોહિબિશન સહિત કુલ 7 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.