ઈઝરાયેલ-અમેરિકા અને ઈરાન વચ્ચે જંગનો આજે ચોથો દિવસ છે. આ દરમિયાન ઈરાનથી આવેલા બે ડ્રોને સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકનોને મિડલ ઈસ્ટમાંથી વહેલી તકે નીકળી જવા કહ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન પર હજુ સૌથી મોટો હુમલો બાકી છે.
તેમણે સોમવારે વ્હાઇટ હાઉસમાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે ઈરાન સાથે જંગ 4-5 અઠવાડિયા ચાલી શકે છે, પરંતુ જરૂર પડ્યે તેનાથી વધુ સમય સુધી પણ અભિયાન ચાલુ રહેશે.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર અમેરિકી સેના અત્યારે ઈરાનમાં મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરી રહી છે. અમેરિકા પાસે દુનિયાની સૌથી મોટી સેના છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.