શહેરના ચાર આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસની સુવિધા શરૂ કરાઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં શહેરના નાનામવા, કોઠારિયા, નારાયણનગર અને શ્યામનગર એમ 4 આરોગ્ય કેન્દ્ર ખાતે કિડનીની સારવાર લેતા દર્દીઓ માટે આરોગ્ય કેન્દ્ર દીઠ 2 એમ મળી કુલ 8 ડાયાલિસીસ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી

. નાનામવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘ડાયાલિસીસ’ મશીનનું લોકાર્પણ ડૉ.જિતેન્દ્રભાઈ અમલાણી અને ડૉ.પ્રફુલભાઈ ગજ્જરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસીસ કરાવવાનો સમય સવારે 9 કલાકથી સાંજે 6 કલાક સુધી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *