ધોરાજી જામકંડોરણા વચ્ચે આવેલ વેગડી ભાદર 2 નો પુલને રીપેરીંગ કરવાને બદલે અચાનક ભારે વાહનો માટે બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાની લોક ફરીયાદો ઉઠી છે. સોમનાથ જામનગર રૂટના તમામ એસટી બસ અને ભારે વાહનોને હવે ૪૦ કિલોમીટર દૂરનું ડાઈવર્ઝન ફરીને જવું પડી રહ્યુ છે.
ઉપરાંત વેગડી, તરવડા, રાયડી, ઈશ્વરીયા, જસાપર, મોટા દુધીવદર, ભાદરા વિગેરે ગામના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પણ પરેશાન થઈ ગયા હોવાની લોક ફરીયાદો ઉઠી છે. જામકંડોરણાનાં અગ્રણી અને જામકંડોરણા તાલુકાના રાયડી ગામના સહકારી મંડળીના પ્રમુખ શામજીભાઈ દેસાઈ એ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધોરાજી જામકંડોરણા વચ્ચે આવેલ વેગડી ભાદર 2ના પુલને રીપેરીંગ કરવાને બદલે અચાનક ભારે વાહનો માટે બંધ કરી દેતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા.છે
વડોદરા પાસેના પુલ દુર્ઘટના બનતા જાણે સમગ્ર ગુજરાતના તમામ પૂલો ખરાબ હોય એ પ્રકારે તંત્ર વાહકો દ્વારા તાત્કાલિક નિર્ણય કરીને પોતાની જવાબદારીમાંથી છટકવા માટે અચાનક આમ જનતાને મુશ્કેલી રૂપ બની ગયા હોય એ પ્રકારનો નિર્ણય લઈને મોટાભાગના સૌરાષ્ટ્રને ગુજરાતમાં નદીના પુલો ઉપર જાહેરનામું પ્રસિદ્ધ કરી તાત્કાલિક અસરતી ભારે વાહનો માટે પ્રતિબંધ કરી દીધો છે જેથી વાહનચાલકો ને હાલાકી ભોગવવી પડી રહી છે