વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026માં ભારતને પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. માન્ચેસ્ટરમાં સાઉથ આફ્રિકાએ 6 વિકેટે જીત મેળવી. ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 161 રન બનાવ્યા અને ટાર્ગેટ હાંસલ કરી લીધો.
સાઉથ આફ્રિકાની જીતની હીરો મારીઝાન કેપ રહી. તેણે 45 બોલમાં 81 રનની અણનમ ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા. એટલું જ નહીં, કેપે બોલિંગમાં પણ 2 વિકેટ લીધી. તાઝમીન બ્રિટ્સ (40 રન) સાથે મળીને તેણે ત્રીજી વિકેટ માટે 97 રનની પાર્ટનરશીપ કરી હતી. ભારત તરફથી શ્રી ચરણીએ 3 વિકેટ લીધી. શેફાલી વર્માને એક વિકેટ મળી.
આ પહેલા, ભારત તરફથી શેફાલી વર્માએ સૌથી વધુ 15 બોલમાં 31 રન કર્યા. તેની આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. દીપ્તિ શર્માએ 29 રન કર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે પોતાની 200મી ટી-20 મેચમાં 24 રનની ઇનિંગ રમી. સ્મૃતિ મંધાના 17 રન બનાવીને આઉટ થઈ હતી.
સાઉથ આફ્રિકા તરફથી શબનીમ ઇસ્માઇલ અને મારીઝાન કેપે 2-2 વિકેટ લીધી. આયાબોન્ગા ખાકા, નદીન ડી ક્લર્ક અને નોનકુલુલેકો મ્લાબાને 1-1 વિકેટ મળી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પ્રેમા રાવત, અરુંધતિ રેડ્ડી, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી અને નંદની શર્મા.