વિજય હજારે ટ્રોફી 2025-26ની વન ડે ટુર્નામેન્ટમાં આજ રોજ રાજકોટ ખાતે અલગ અલગ ચાર મેચ રમાઈ હતી જેમાં બંગાળ અને ચંદીગઢ વચ્ચે મેચમાં 6 વિકેટથી બંગાળ ટીમનો વિજય થયો હતો આ રીતે બીજો મેચ આસામ અને હૈદ્રાબાદ વચ્ચે રમાયો હતો જેમાં 4 વિકેટથી આસામ ટિમ વિજેતા બની હતી જયારે ત્રીજો મેચ બરોડા અને ઉત્તરપ્રદેશ વચ્ચે રમાયો હતો જેમાં 54 રનથી ઉત્તરપ્રદેશ ટિમ વિજેતા બની હતી તેમજ ચોથો મેચ જમ્મુ કશ્મીર અને વિદર્ભ વચ્ચે યોજાઈ હતી જેમાં વિદર્ભે 5 વિકેટથી જીત હાસિલ કરી હતી. ઉલ્લેખનીય છે કે બરોડા સામે મેચમાં ધ્રુવ જુરેલએ 101 બોલમાં 160 બનાવી અણનમ રહેતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામ આવ્યા છે.
બંગાળે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો બંગાળ અને ચંદીગઢ વચ્ચે મેચ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી જેમાં બંગાળે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ચંદીગઢ ટીમ 48.2 ઓવરમાં 319 રન બનાવી ઓલઆઉટ થઈ હતી અને તેમાં મનન વોહરાએ 127 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 122 રન બનાવ્યા હતા, સંયમ સૈનીએ 54 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 67 રન બનાવ્યા હતા, અર્જુન આઝાદે 18 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા. બંગાળ ટિમ તરફે મુકેશ કુમારે 10 ઓવરમાં 59 રન આપીને 5 વિકેટ લીધી હતી જયારે મોહમ્મદ શમીએ 9.2 ઓવરમાં 3 વિકેટ લીધી હતી જેમાં એક મેઇડન સાથે 69 રન આપ્યા હતા.
મુકેશ કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા આ પછી બંગાળની ટીમે 47.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 320 રન બનાવ્યા હતા જેમાં અભિષેક પોરેલે 84 બોલમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 106 રન બનાવ્યા હતા, શાહબાઝે 61 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 76 રન બનાવ્યા, અનુસ્તુપ મજુમદારે 70 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા અને બંગાળે 6 વિકેટથી મેચ જીતી 4 પોઈન્ટ મેળવ્યા હતા. મુકેશ કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.