શહેરના એરપોર્ટ રોડ પર આવેલી વસુંધરા સોસાયટોમાં છેલ્લા 18 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે. જેમાં રહેવાસીઓ તથા ગણેશ ઉત્સવ કમિટીના લોકો દર વર્ષે વિવિધ થીમ તો કરવામાં આવે છે, પરંતુ આ ઉત્સવની થીમ દ્વારા સમાજના દરેક લોકોને કંઇક ને કંઇક સંદેશો મળે તે હેતુથી થીમ નક્કી કરાય છે.
ભારત ખેતી પ્રધાન દેશ છે, જેમાં ગામડાંનું પણ ખૂબ મહત્ત્વ રહેલું છે ત્યારે આ વર્ષે પણ એક સંદેશો મળે તે પ્રકારની ગામઠી થીમનું આયોજન કરાયું છે. જેનો હેતુ, હાલ વધી રહેલા વેસ્ટર્ન કલ્ચરના લીધે અત્યારના બાળકો કે યુવાઓને ખબર જ નથી હોતી કે, ગામડું શું હોય? તથા હાલ લોકો સ્પેશિયલ ગામડાવાળી થીમના રિસોર્ટમાં રહેવા જાય છે તેથી તેમને આપણી આ સંસ્કૃતિથી પરિચિત કરાવવા ગામઠી થીમ કરાય છે.
ઉત્સવના 10 દિવસમાં રોજ વયવંદના કાર્યક્રમ યોજાય છે. એપાર્ટમેન્ટના 60 વર્ષથી ઉપરના વડીલોનું સન્માન કરી સમાજમાં એક મોટો સંદેશો પહોંચાડવામાં આવે છે. ગણેશ ઉત્સવ કમિટી દ્વારા જણાવ્યું હતું કે, ઉત્સવમાં 4 સપ્ટેમ્બરે સંગીત સંધ્યા અને વિસર્જનના દિવસે હવનનું આયોજન કરાયું છે. અહીંની મહિલા મંડળમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં તેમની આરતી વખતે દરેક બહેનો મહારાષ્ટ્રીયન પહેરવેશમાં જોવા મળી હતી. આ ઉપરાંત 5થી 13 વર્ષના બાળકો દ્વારા બાપ્પાની છડી (શ્લોક) સંસ્કૃતમાં બોલવામાં આવે છે.