લોધિકા તાલુકાના સાંગણવાથી‌ માખાવડનો રોડ તદ્દન બિસ્માર

લોધિકા તાલુકાના સાંગણવાથી માખાવડ રોડ અત્યંત જર્જરિત હાલ બની ગયો છે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ રોડને પેવર કરવામાં આવતો નથી. આથી વાહનચાલકો વાજ આવી ગયા છે. અનેકાનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ નિરાકરણ ન આવતાં હવે લોકો આંદોલન છેડે તો પણ નવાઇ નહીં!

સાંગણમાંથી માખાવડ રોડ રાવકી જી.આઇ.ડી.સી‌ ને જોડતો રોડ કહેવાય છે જે અત્યારે અતિ બીસ્માર હાલતમાં છે. લોધિકા તાલુકાના ‌ આજુબાજુના ગામો જેમ કે કોઠા પીપળીયા, થોરડી, ચાંદલી, જેતાકુબા, નાંધુપીપળીયા સહિત અનેક ગામોના લોકો રોજગાર માટે અપડાઉન કરે છે જે સાંગણવાથી માખાવડ સુધીનો રોડ બિસ્માલ હાલતમાં હોય તેના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.

જે સાંગણવાથી માખાવડ રોડ‌ને તુરંત પેવર રોડ કરવા લોધીકા તાલુકા શિવસેના પ્રમુખ ગૌરવ હંસોરા ઉપપ્રમુખ અશોકભાઈ વસોયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *