લાંબીકૂદમાં 7.08 મીટરનો કૂદકો મારી રેકોર્ડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 53મા વાર્ષિક ખેલકૂદ મહોત્સવનો ગુરુવારથી પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે 10,000 મીટર દોડની પ્રથમ ઇવેન્ટમાં જ 2 રેકોર્ડ બન્યા હતા. જેમાં ભાઈઓમાં કશ્યપ સંઘાણીએ 31.58 મિનિટમાં દોડ પૂર્ણ કરી હતી જ્યારે બહેનોમાં હેલી કોશિયાએ 45.07 મિનિટમાં દોડ પૂર્ણ કરી હતી. આખા દિવસ દરમિયાન થયેલ ઇવેન્ટમાં બે વાગ્યા પછી લાંબીકૂદ ભાઈઓની સ્પર્ધામાં એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. કડછા દિનેશે પોતાનો જ ગયા વર્ષનો લાંબીકૂદનો રેકોર્ડ તોડી અને આ વર્ષે નવો રેકોર્ડ 7.08 મીટર લાંબો કૂદકો મારીને આ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

10 હજાર મીટર દોડમાં સંઘાણી કશ્યપે 31 મિનિટ અને 58 સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. જ્યારે સરવૈયા જયેશે 35 મિનિટ અને 34 સેકન્ડમાં દોડ પૂરી કરી બીજા ક્રમે રહ્યા હતા. બારૈયા ધાર્મિક આ દોડમાં ત્રીજા ક્રમે રહ્યા હતા. એવી જ રીતે બહેનોમાં કોશિયા હેલી 45 મિનિટ અને 07 સેકન્ડમાં દોડ પૂરી કરી પ્રથમ ક્રમે રહ્યા હતા જ્યારે બેરાણી રસીલાબેન 52 મિનિટ 26 સેકન્ડમાં દોડ પૂરી કરી બીજા ક્રમે રહ્યા હતા. જમાંરિયા કૃપાલી 55 મિનિટ અને 55 સેકન્ડમાં દોડ પૂરી કરી ત્રીજા ક્રમે રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *