ઈરાનમાં રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાને રાજીનામું આપી દીધું છે. ઈરાન ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ, તેમણે દેશના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ મોજતબા ખામેનીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પઝશકિયાને પોતાના પત્રમાં લખ્યું છે કે દેશની સત્તા પર હવે સંપૂર્ણ રીતે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડરોના હાથમાં કંટ્રોલ આવી ગયો છે.
તેમણે એવું પણ કહ્યું કે ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઈઝરાઈલ સાથે યુદ્ધ શરૂ થયા પછીથી તેમની સરકારને મહત્વના નિર્ણયોની પ્રક્રિયાથી લગભગ અલગ કરી દેવામાં આવી છે.
પઝશકિયાના જણાવ્યા મુજબ, તેમની સરકારને મોટા નિર્ણયોમાં સામેલ કરવામાં નથી આવી રહી અને વાસ્તવિક નિયંત્રણ સૈન્ય નેતૃત્વના હાથમાં ચાલ્યું ગયું છે. હજુ એ સ્પષ્ટ નથી કે સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની તેમનું રાજીનામું સ્વીકારશે કે નહીં.
ઈઝરાઈલી સેનાએ દક્ષિણ લેબેનાનમાં 900 વર્ષ જૂના બ્યુફોર્ટ કિલ્લા અને આસપાસની ટેકરીઓ પર કબજો કરી લીધો છે. આ છેલ્લા 26 વર્ષમાં ઈઝરાઈલની લેબેનાનમાં સૌથી મોટી ઘૂસણખોરી છે.