રાજકોટના હરિપર પાળ ગામમાં રિક્ષા ચાલકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. સંજય પરબતભાઈ સાંથલિયા (ઉ.વ.41) તેઓ ગઈ કાલ પોતાનાં ઘરે સુતા હતાં ત્યારે રાત્રિના અઢી વાગ્યાની આસપાસ છાતીમાં દુ:ખાવો ઉપડતા તેના મોટાં ભાઈ લાખાભાઈને જાણ કરી કહ્યુ હતું કે છાતીમાં દુ:ખે છે. બાદ બેભાન થઈ જતાં પરિવારજનોએ તુરંત પંચનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતા જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. તેઓ મૂળ દહિસરા ગામના વતની છે. રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેઓને સંતાનમાં બે દિકરા હોવાનું સામે આવ્યું છે.