ઇઝરાયલી રક્ષા દળો (IDF) રાફામાં લશ્કરી કાર્યવાહી શરૂ કરવા માટે તૈયાર છે. હુમલા પહેલા ઈઝરાયલે પેલેસ્ટાઈનીઓને રાફા છોડવા કહ્યું છે. ઈઝરાયલની સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે તેઓ રાફામાંથી 1 લાખ લોકોને બહાર કાઢશે. એસોસિએટ પ્રેસના જણાવ્યા અનુસાર, ઇઝરાયલની સેનાએ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં પેલેસ્ટિનિયનોને અન્ય વિસ્તાર મુવાસીમાં જવા માટે કહેવામાં આવ્યું છે.
મુવાસી ઈઝરાયલ દ્વારા જાહેર કરાયેલ સુરક્ષિત વિસ્તાર છે. IDFએ કહ્યું કે તેમણે મુવાસીને ફીલ્ડ હોસ્પિટલ, તંબુ, ખોરાક અને પાણી સહિતની સહાયમાં વધારો કર્યો છે. વાસ્તવમાં ઇઝરાયલે મોડી રાત્રે રાફામાં બોમ્બમારો કર્યો હતો, જેમાં 22 લોકોનાં મોત થયા હતા. જેમાં 8 બાળકો પણ સામેલ હતા.
તે જ સમયે, IDF એ એવા સમયે રાફાને ખાલી કરવાની જાહેરાત કરી છે જ્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે. પરંતુ બંને દેશો વચ્ચે કોઈ સહમતિ થઈ શકી નથી. ઈઝરાયલે સ્પષ્ટ કહ્યું છે કે તે સમજૂતી બાદ પણ રાફામાં સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે. તેનો ઉદ્દેશ્ય હમાસના આતંકવાદીઓને ખતમ કરવાનો છે.