રાજકોટ ગ્રામ્ય LCBએ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પરથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્તરાય અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરની સૂચનાઓ હેઠળ કરવામાં આવી હતી.
LCB ટીમને દારૂ-જુગારની પ્રવૃત્તિઓ અંગે પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે, પોલીસે ગોંડલથી રાજકોટ જતા નેશનલ હાઇવે પર કાંગશીયાળી ગામની સીમમાં ખોડીયાર હોટેલ પાસે દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાં પાર્ક કરેલી એક ફોર્સ ટેમ્પો ટ્રાવેલર (GJ-18-X-2992) અને પાયલોટિંગ માટે વપરાતી બોલેરો નીઓ કાર (GJ-16-FA-5741)ની તલાશી લીધી હતી.
ટેમ્પો ટ્રાવેલરના છતમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 306 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ દારૂની કિંમત રૂ. 2,56,920/- આંકવામાં આવી છે.