રાજકોટ શહેરમાં કાયદો અને વ્ય્વસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ કમિશનર દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રીઢા આરોપીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી ભાગ રૂપે પાસાહેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ દરમિયાન રાજકોટ શહેર ઝોન 2 LCB ટિમ દ્વારા આરોપી મનસુખ ઉર્ફે દીકુ પરમાર (ઉ.વ.23) ની ધરપકડ કરી તેની સામે પાસા વોરંટ તૈયાર કરી સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુધ્ધ અત્યાર સુધીમાં કુલ અલગ અલગ 14 જેટલા ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે જેની સામે પાસ વોરંટ તૈયાર કરી પોલીસે સુરત જેલ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.