રાજકોટ સર્વેશ્વર ચોકમાં રામ મંદિરની થીમ પર ગણેશ પંડાલ

રાજકોટના ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્વર ચોક છેલ્લા નવ વર્ષથી સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ ઘ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે. જેમાં આ વષે ગણેશ પંડાલ રામ મંદિર ઉપર આધારીત છે જે મેરલ ઈન્ડસ્ટ્રીઝ એલ.એલ.પી.ના અશ્વિન પ્રજાપતી ઘ્વારા બનાવવામાં આવેલ છે તથા ગણપતિ મહોત્સવની થીમ કોપર બેઝડ એન્ટીક થીમ ઓફ ટેમ્પલ આધારીત છે. સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ સવારે 8-30 કલાકે મંગળા આરતી સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયનઆરતી કરવામાં આવે છે.

દર વર્ષથી જેમ આ વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવે છે. જેમાં દરેક દિવસ દરેક ભાવીકોને પ્રસાદ આપવામાં આવે છે દરેક દિવસે 30000થી 40000 ભાવિકો દર્શનનો લાભ લ્યે છે તથા પોતાની માનતા પુરી કરે છે. તા. 27-8-2025ના રોજ સવારે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરવામાં આવશે તથા રાત્રે 9-00 કલાકે સત્ય નારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલ છે. તા.31-08-2025 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે.તા: 01-09-2025 ના રોજ અનાથ બાળકોનો જમણવાર રાત્રે 8-00 કલાકે રાખેલ છે. તા. 02-09-2025 ના રોજ વૃધ્ધાશ્રમની આરતી તથા જમણવાર રાત્રે 8-00 કલાકે રાખેલ છે. તા.04-09-2025ના રોજ સાંજે 5-00 કલાકે અન્નકૂટના દર્શન રાખેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *