રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનુ નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એરપોર્ટ એડવાઈઝરી કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. જ્યારે રાજકોટથી રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, વાંકાનેરના મહારાજા અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાને આ કમિટીના મેમ્બર તરીકે અગાઊ જાહેર કરવામાં આવેલા છે. ત્યારે ગઈકાલે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની એડવાઈઝરી કમિટીની પ્રથમ બેઠક આજે મળી હતી, જેમાં નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તારીખ માંગવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ગઈકાલે એડવાઈઝરી કમિટીની પ્રથમ બેઠક મળી હતી, જેમાં લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા ચેરમેન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે એરપોર્ટ ડાયરેક્ટર ઉપરાંત રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ બેઠકમાં નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે કે કેમ? તેની સમીક્ષા કરવામાં આવી હતી. બાદમાં એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, જેથી હવે તેના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવા માટેનું નક્કી કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, મોદી ઓનલાઇન મોડથી આ ઉદ્ઘાટન કરશે કે કેમ? તે આગામી સમયમાં જાહેર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *