રાજકોટમાં 10થી 12 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર-કચ્છની રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજવાનું જાહેર કરાયું હતું. જોકે, તેની તારીખમાં ફેરફાર થયો છે અને હવે આ વાઇબ્રન્ટ સમિટ 11થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે તેમાં 5000થી વધુ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો જમાવડો થવાનો છે. જેનાથી સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગોને નવી દિશા મળશે અને વિદેશ વ્યાપાર વધુ મજબુત બનશે.
વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ઉદ્યોગકારોને ફાયદો થશે રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 11થી 13 જાન્યુઆરી વચ્ચે રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાર વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે. જેમાં મહેસાણામાં અગાઉ આ સમિટ થઈ ચૂકી છે અને હવે સૌરાષ્ટ્ર કચ્છની રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે. જે બાદ વડોદરા અને છેલ્લે સુરતમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે. મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી અલગ-અલગ પ્રકારના સેમીનાર યોજાશે. આ વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ઉદ્યોગકારોને ફાયદો થશે.
માતૃત્વ તથા પ્રસૂતિ પછીની બીમારી અને મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ જિલ્લાના પડધરી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે એઇમ્સ રાજકોટ ના પ્રસૂતિ અને સ્ત્રી-રોગ વિભાગ દ્વારા ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભા મહિલાઓ માટે વિશેષ સ્ક્રીનિંગ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં કુલ 85 જેટલી સગર્ભા મહિલાનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતુ. ઉચ્ચ જોખમ ધરાવતી ગર્ભાવસ્થાનું વિગતવાર મૂલ્યાંકન, સ્ક્રીનિંગ, યોગ્ય પરામર્શ અને સારવાર માટે આ કેમ્પનું આયોજન એઇમ્સ હોસ્પિટલ રાજકોટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રો. ડૉ. એલ.એન. દોરેરાજનના માર્ગદર્શન હેઠળ તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને પ્રસુતિ તથા સ્ત્રીરોગ વિભાગના વડા પ્રો. ડૉ. પિંકી સાહુના વિશેષ વિઝન સાથે, જિલ્લા આરોગ્ય વિભાગની સંકલન ટીમ ના સહયોગથી કરવામાં આવ્યું હતુ.