રાજકોટમાં સાવકા પુત્રએ બોથડ પદાર્થના ઘા મારી પિતાની કરી હત્યા

રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં નવુ બાઈક લઈ દેવાની પિતાએ ના પાડતા સાવકા પુત્રએ બોથડ પદાર્થના ઘા મારી પિતાનું ઢીમ ઢાળી દીધું હતું. ઝઘડો કરી બોથડ પદાર્થ મારી દેતાં સારવારમાં પિતાએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી પાંચ-છ વર્ષ પહેલાં પ્રેમ સંબંધમાં હતા મૂળ હરિયાણાના અને હાલ કટારીયા ચોકડી પાસે કટારીયા શોરૂમ પાછળ ઝુપડામાં રહેતા કમલેશબેન રાજેશભાઈ કુમારપાલ (ઉ.વ.40) એ જોગિન્દર કિશન રામસુરૂપ સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના પ્રથમ લગ્ન કિશન રામસુરૂપ સાથે થયેલ હતાં. તેને સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. જેમાં મોટો દીકરો જોગીન્દર અને નાનો મુકેશ છે. સંતાનોના લગ્ન થઈ ગયા છે અને તે તેમના પરિવાર સાથે અલગ-અલગ રહે છે. ફરિયાદીને પાંચ-છ વર્ષ પહેલાં કૌટુંબિક ભત્રીજા રાજેશ સાથે પ્રેમ સંબંધ થતાં બંને રાજકોટ રહેવાં આવ્યા હતા.

​​​​​​​રાજેશએ પણ ત્રણ લગ્ન કર્યા હતા. છેલ્લા 10-12 દિવસથી ફરિયાદીનો મોટો દીકરો જોગીન્દર તેમની પત્ની સાથે રાજકોટ રહેવાં આવ્યો હતો. તે કણકોટ પાટીયા પાસે ઝુંપડુ વાળીને રહેતાં. ગત તા.18.11.2024ના રોજ સાંજે કોમલ અને તેનો પતિ રાજેશ પોતાના ઝૂંપડામાં હતાં ત્યારે જોગીન્દર અને તેની પત્ની જમવા માટે આવેલ હતાં. બાદમાં રાત્રીના જોગીન્દર હોન્ડા લઈ દેવાનું કહી રાજેશ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. બંનેને સમજાવી છૂટા પાડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *