રાજકોટમાં વેપારીએ ફર્નિચરનું કામ કરાવી પૂરા પૈસા ન ચૂકવતા ફ્લેટમાં ઘૂસી તોડફોડ

શહેરના નાણાવટી ચોક સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ટાયટેનિયમ વન વિંગ એ-8, ફ્લેટ નં.902માં રહેતાં દેવાંગભાઇ અરવિંદભાઇ ધકાણ(ઉં.વ.24) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેલનગરના સુનિલ સોલંકી અને તેની પત્નીનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, દેવાંગભાઇએ પેલેસ રોડ પર આવેલી દુકાનમાં સોની કામ કરે છે. તે હાલ છએક મહિનાથી રાજકોટ ટાયટેનિયમ ફ્લેટમાં એકલો રહે છે.

આશરે દોઢેક મહિના પહેલાં તેણે તેના ફ્લેટમાં ફર્નિચર કામ કરાવવા માટે રેલનગરના સુનિલ સોલંકીનો સંપર્ક કર્યો હતો અને કામ સોપ્યું હતું. ત્યારબાદ આ સુનિલે માલ-મજૂરી સાથે રૂ.1.17 લાખમાં કામ થશે તેવું જણાવ્યું હતું. ફ્લેટમાં કામ શરૂ હોય જેથી તેણે જ ફ્લેટની એક વધારાની એક ચાવી કારીગરને આપી હતી.

એકાદ મહિના સુધી ફર્નિચરનું કામ ચાલ્યું જેના સુનિલને કટકે કટકે ગૂગલ પેથી રૂ.1.10 લાખ ચૂકવ્યા હતાં, પરંતુ કામ સંતોષકારક થયું ન હોઇ જેથી ઉપરના પૈસા તેણે સુનિલને ચૂકવ્યા નહોતાં. આથી સુનિલે તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પણ ગત તા.28/08ના રોજ આ અરજી મામલે બંનેએ ઘરમેળે સમાધાન કરી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *