શહેરના રૈયા રોડ પર બાપા સીતારામ ચોક પાસે એક મહિલા અને એક પુરુષ જાહેરમાં ગાળો ભાંડતા હતા તે વીડિયો ફરતો થતાં યુનિવર્સિટી પોલીસ હરકતમાં આવી હતી, ગાળો ભાંડતી મહિલા કુખ્યાત સુધા સુનિલ ધામેલિયા અને તેનો મળતિયો પ્રકાશ ડાયા જાદવ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે તેની સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી.
સુધા ધામેલિયા મનહરપુર રહેતા અને રૈયાધાર વિસ્તારમાં પડ્યા પાથર્યા રહેતા અજયસિંહ દોલુભા ચુડાસમાને ગાળો ભાંડતી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
બીજીબાજુ સુધાની પુત્રવધૂ નમ્રતા હિતેષ ધામેલિયા (ઉ.વ.25)એ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે અજયસિંહ દોલુભા ચુડાસમા, મનીયો પાંઉ અને હરિયો ડોડિયાના નામ આપ્યા હતા.
નમ્રતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તથા તેની દેરાણી નિશિતા ગત તા.24ની રાત્રીના નાણાવટી ચોક પાસે હોકર્સ ઝોનમાં જમવાનું લેવા ગયા હતા ત્યારે ત્યાં અજયસિંહ ચુડાસમા, મનિયો પાંઉ તથા હરિયો ડોડિયાનો ભેટો થઇ ગયો હતો.