રાજકોટના સર્વિસ રોડ પર 20 ફૂટનો ખાડો

રાજકોટમાં ચાર દિવસ પડેલાં ભારે વરસાદને લઈ ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારે અયોધ્યા ચોકથી માધાપર ચોકડીના રસ્તે સર્વિસ રોડમાં 20 ફૂટના ખાડામાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેને કારણે એક યુવક બાઈક સાથે તેમાં પડ્યો હોવાની ઘટના સામે આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ અયોધ્યા ચોકથી માધાપર ચોકડી જતા રોડની બાજુમાં સર્વિસ રોડ પર મનપાના કોન્ટ્રાક્ટર દ્વારા 20 ફૂટ જેટલો ખાડો કરવામાં આવ્યો છે. બુધવારે ભારે વરસાદ હોવાને કારણે ખાડામાં પાણી ભરાઈ જતા રાજ ગઢવી નામનો એક યુવક પોતાના ઇલેક્ટ્રિક બાઈક સાથે આ ખાડામાં પડ્યો હતો. જોકે, યુવકે સમયસૂચકતા વાપરી હતી અને ખાડામાંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ તેનું બાઈક રાતભર ખાડામાં રહ્યું હતું. અને અંતમાં બીજા દિવસે સવારે તેણે મિત્રોની મદદથી બાઈક બહાર કાઢ્યું હતું. બાઈક બહાર કાઢતી વખતે બનાવેલો યુવકનો વીડિયો ગઈકાલે વાઇરલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *