ભાયાવદરમાં અઢી કલાકમાં એક ઇંચ વરસાદ, અન્યત્ર ઝાપટાં

ભાયાવદરમાં અઢી કલાકમાં એક ઇંચ વરસાદ પડયો. જો કે ધીમી ધારે આસમાનથી વહેતી ધારાથી ખેતી પાકને સારો એવો ફાયદો થયો હતો. ભાયાવદરમાં વહેલી સવારમાં વરસાદનું આગમન થયું હતું અને અઢી કલાકના સમયમાં ધીમીધારે એક ઇંચ વરસાદ પડયો હતો.

આથી પાણી વગરના ખેતરો અને વાડીઓમાં વાવેલ મગફળી માટે આ વરસાદ સારો કહેવાય તેમ ખેડૂતો કહી રહ્યાં હતાં. બીજી તરફ રાજકોટ જિલ્લાના મોટાભાગના શહેરો, ગામડાઓમાં વાદળિયા વાતાવરણ વચ્ચે હળવા ભારે ઝાપટાં જ પડી રહ્યા છે. હવે લોકો શ્રાવણના સરવડાંની નહી, ધોધમાર વરસાદની આશા રાખી રહ્યા છે. જોવાનું એ રહે છે કે મેહુલિયો ફરી ક્યારે રીઝે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *