ગાંધીગ્રામ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે 150 ફૂટ રિંગરોડ પર સિટી બસ ડેપોની બાજુમાં આવેલ અંબીકા કોમ્પલેક્સના ગ્રાઉન્ડ ફલોરમાં 153 નંબરની ઓફીસ ધરાવતા લકીરાજસિંહ વનરાજસિંહ રાણા ઓફીસમાં બહારથી માણસો બોલાવી નાણાં ઉઘરાવી જુગાર રમાડે છે જે બાતમીના આધારે દરોડો પાડી લકીરાજસિહ વનરાજસિંહ રાણા, દિગ્વીજયસિંહ હીતેન્દ્રસિંહ રાઠોડ, ધર્મેશ છેલશંકરભાઇ વ્યાસ, વિરેન્દ્રસિંહ રાજેન્દ્રસિહ ઝાલા, કરણ પુના સાટીયા, મહેન્દ્રસિંહ નીરૂભા ગોહીલ, શની સુરેશ બળોખરીયાને દબોચી લીધા હતાં. પોલીસે પાંચ ફોન સહિત રૂ.1,12,370 મુદામાલ કબ્જે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.